કામના સમાચાર – શું તમારે પણ ચોમાસામાં કપડાંમાંથી દુર્ગંધ આવે છે? અપનાવો આ ઉપાય દુર્ગંધ માથી મળશે છુટકારો

ચોમાસાની ઋતુમાં સૌથી વધુ સમસ્યા થતી હોય તો તે છે કપડાં સૂકવવાંની. આ ઋતુમાં ભેજ હોવાને કારણે કપડાં જલ્દી સુકાતા નથી અને દુર્ગંધ આવે છે. ત્યારે કામના સમાચારમાં અમે તમને જણાવીશું કે, ચોમાસામાં કપડાંમાં દુર્ગંધ ન આવે અને જલ્દી સુકાઈ જાય તે માટે શું કરી શકાય?

છેલ્લા થોડા દિવસથી દેશના બધા જ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લોકો બહાર જાય છે અને પલળીને આવે છે અને તડકો ન હોવાને કારણે ધોયેલા કપડાંને સૂકવવાંમાં સમય લાગે છે અને તેમાંથી ખરાબ વાસ આવે છે.

કપડામાંથી વાસ આવવા પાછળ 2 કારણો છે.

 

 • વરસાદમાં પલળીને ઘરે આવીને કપડાં એક જગ્યાએ ભેગા કરી દેવાથી થોડી જ વારમાં કપડામાંથી દુર્ગંધ આવે છે.
 • કપડાં ધોયા બાદ સૂકવવા માટે તડકાની રાહ જોઈને છાંયામાં કપડાં સુકવી દેવાથી દુર્ગંધ આવે છે.

કપડામાંથી દુર્ગંધ ન આવે તે માટે શું કરવું જોઈએ?

તમે ગમે તેટલી વાર ચોમાસામાં કપડાં ધોવો છો તો પણ કપડામાં પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી અને ભેજ રહી જાય છે. જેના કારણે કપડામાં બેક્ટેરિયા અને ફંગસ વધવા લાગે છે અને કપડામાંથી દુર્ગંધ આવે છે.

આવો જાણીએ વરસાદના દિવસોમાં તમે કઈ ભૂલો કરો છો, જેના કારણે કપડામાં દુર્ગંધ આવે છે.

જો તમે બહાર ગયા હોય અને અચાનક વરસાદ આવે છે અને તમે પલળી જાઓ છો તો ઘરે આવીને કપડાને કેવી રીતે સૂકવવાંથી તેમાંથી ખરાબ વાસ નહીં આવે.

આ ટિપ્સને ફોલો કરવાથી કપડામાંથી વાસ નહીં આવે.

 

 • વરસાદની ઋતુમાં બધી જ જગ્યા પર ભેજ હોય ​​છે તેથી જો કપડાને પંખા વગર સુકવવાંમાં આવે તો તેમાં ભેજ રહે છે અને દુર્ગંધ પણ આવે છે. પંખા અથવા ખુલ્લી હવામાં કપડાં ઝડપથી સુકાઈ જશે અને ભેજ દૂર થઈ જશે. જેનાથી દુર્ગંધ પણ દૂર થશે.
 • કપડાંમાંથી આવતી ખરાબ વાસને દૂર કરવા માટે રૂમમાં અગરબત્તી કરી શકો છો.
 • મીઠું કપડાંમાંથી મોઈશ્ચરાઈઝરને શોષી લે છે અને તેને સૂકવવાંમાં મદદ કરે છે.
 • કપડાંને અલગ હેન્ગરમાં લટકાવવાથી કપડાંમાંથી હવા પસાર થાય છે અને તે ઝડપથી સુકાઈ જાય છે.

વરસાદની ઋતુમાં કપડાં ઘણીવાર તડકાને કારણે સુકાઈ શકતા નથી. કપડાને છાયામાં સૂકવવાંથી દુર્ગંધ આવે છે. આ સ્થિતિમાં તમારે શું કરી શકો?

 


  • હેંગરમાં કપડાં લટકાવવાથી કપડાંને પંખા કે બારીમાંથી હવા આવે છે, જેનાથી દુર્ગંધ આવતી નથી.
  • લીંબુમાં એસિડિક હોય છે, જે ગંધ પેદા કરતા બેક્ટેરિયાને મારી શકે છે.
  • વિનેગરમાં પણ એસિડિક હોય છે, જે ગંધ પેદા કરતા બેક્ટેરિયાને વધતા અટકાવે છે અને તેમને મારી નાખે છે. મીઠા સોડાથી પણ દુર્ગંધ દૂર થાય છે.
  • સુગંધિત ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી કપડામાં સુગંધ આવે છે.

  Leave a Comment

  Your email address will not be published. Required fields are marked *